આ મંદિરનું નિર્માણ કલકત્તાના રહેવાસી શ્રી ગુલાબચંદ જી પારસાન ના પુત્ર બાબુ શ્રી પ્રતાપચંદ જી પારસાન દ્વારા તેમના વ્યક્તિગત પૈસાથી કરાવવા માં આવ્યું હતું અને વિક્રમ સંવત ૧૯૨૯ (૧૮૭૨-૭૩ ની આસપાસ) માં પ્રતિષ્ઠા કરાવી હતી.
અજ્ઞાન તિમિર તરણી: કલિકાલ કલ્પતરુ, પંજાબ કેસરી જૈનાચાર્ય શ્રીમદ્ વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજ શ્રી સંઘની સાથે હસ્તિનાપુર ની યાત્રામાં જોડાયા હતા. તેમણે અહીં બનાવેલ શ્વેતામ્બર જૈન મંદિર ને જર્જરિત અવસ્થામાં જોયું અને પ્રબન્ધક સમિતિ - શ્રી હસ્તિનાપુર જૈન શ્વેતામ્બર તીર્થ સમિતિને ઉત્તર ભારતમાં શત્રુંજય જેવા આ મહાન મંદિરના જીર્ણોદ્ધાર માટે પ્રેરણા આપી હતી. આ પછી, પાલિતાણા પહોંચીને સમગ્ર ભારતના જૈન સમાજને સંદેશ આપ્યો હતો.
"તેમાં કોઈ શંકા નથી કે આ ભૂમિ પરમ-પૂજનીય, આદરણીય, પૂજ્ય, તારણહાર, ત્રિલોકનાથ શ્રી તીર્થંકર દેવ અને અન્ય ઋષિઓ-મહર્ષિઓ ના પવિત્ર ચરણકમળ દ્વારા પવિત્ર થઇ છે. તે ભૂમિ ની ધૂળ પણ સદા વંદનીય છે. આ પરમ પવિત્ર તીર્થ નો જીર્ણોદ્ધાર કરવો એકદમ જરૂરી છે."
આ પછી શ્રી હસ્તિનાપુર જૈન શ્વેતામ્બર તીર્થ સમિતિએ શ્રી મંદિર જી ના જીર્ણોદ્ધાર માટે પ્રયાસો શરૂ કર્યા.
પ્રબન્ધક સમિતિ ના પ્રમુખ શ્રી વિનોદભાઇ એન. દલાલે આ વિષયમાં શેઠ આણંદ જી કલ્યાણ જી પેઢી સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. પેઢી ના પ્રમુખ શેઠ શ્રી કસ્તુરભાઇ લાલભાઇ (અમદાવાદ) એ, મંદિરના નિરીક્ષણ માટે પેઢી ના મુખ્ય શિલ્પી શ્રી અમૃતલાલ મૂળશંકર ત્રિવેદીને હસ્તિનાપુર મોકલ્યા હતા.
જૂના જિનમન્દિર ના નિર્માણમાં તાત્કાલિક સંજોગોને લીધે, શિલ્પકલા અને જૈન શિલ્પકલા નો યોગ્ય ઉપયોગ થયો ન હતો. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનના ગર્ભગૃહ થી , શ્રી કુંથુનાથ ભગવાન અને શ્રી અરનાથ ભગવાનના ગર્ભગૃહ નીચલા સ્તરે હતા. ગર્ભગૃહની સામેનો સ્તમ્ભ એક ફુટ નીચે હતો, અને તેની આગળના સ્તંભો સાત ઇંચ હજી નીચે હતા. મુખ્ય દ્વાર અને મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર ગર્ભગૃહ થી ડોઢ ફૂટ નીચે હતો. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવાન અને શ્રી અરનાથ ભગવાનની મૂર્તિઓ નું આસન સ્થાન અને તેમની દૃષ્ટિ અયોગ્ય હતી. શ્રી શાંતિનાથજી ની દૃષ્ટિ સવા ઇંચ ઉચી હતી અને અન્ય બે મુખ્ય મૂર્તિઓ આઠ અને સાડા સાત ઇંચ નીચી હતી. આ મંદિર જે ધર્મશાળાના ચોકમાં સ્થિત હતું, તેના મુખ્ય દરવાજા અને ગામની વસાહત તરફ મંદિરનો પાછલો ભાગ હતો. મંદિરમાં મંડપનો સંપૂર્ણ અભાવ હતો. શિખર પણ શિલ્પ કલાની પદ્ધતિ દ્વારા બનાવવામાં આવ્યું ન હતું.
તેથી, બધી મૂર્તિઓ, પગલાં વગેરેને અખંડ અને સલામત રાખીને, મંદિર નો જીર્ણોદ્ધાર એવી રીતે કરવામાં આવવાનો હતો કે જેમાં શિલ્પ કારીગરી અને શાસ્ત્રીય પદ્ધતિનો સંપૂર્ણ સમાવેશ થાય.
સર્વસંમતિ થી નિર્ણય કરવામાં આવ્યો કે આ કાર્યને અમલમાં મૂકવા માટે, શિલ્પજ્ઞ શ્રી અમૃતલાલભાઇ, શ્રી વિજયોદય સૂરીશ્વરજી મહારાજ, શેઠ શ્રી કસ્તુરભાઇ લાલભાઇ (અમદાવાદ) ની સલાહથી મંદિરનો નકશો બનાવવો જોઈએ. આ કાર્ય તીર્થ સમિતિ ના પ્રમુખ શ્રી વિનોદભાઇ એન. દલાલ (દિલ્હી) ને સોંપવામાં આવ્યું.
પંજાબ કેસરી, આચાર્ય શ્રીમદ્ વિજય વલ્લમ સૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી જીર્ણોદ્ધાર નું કાર્ય, તા .૨૨.૦૬.૧૯૬૨ ના રોજ શુભ મુહૂર્તમાં અંબાલાના દાનવીર પરમ ગુરુભક્ત લાલા પ્યારેલાલ જી બરડ ના પુત્ર શ્રી ગણેશ દાસજી ના કરકમલોથી શરૂ થયું. જેની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૨૦૨૧, માગસર સુદ દશમ, તે મુજબ ૧૪.૧૨.૧૯૬૪ માં શાંતમૂર્તિ, જિનશાસન રત્ન, આચાર્ય શ્રીમદ્ વિજય સમુદ્ર સૂરીશ્વર મ.સા. ની નિશ્રામાં સંપન્ન થઇ. આ પ્રતિષ્ઠા શ્રી વિનોદભાઇ એન. દલાલ અને અન્ય ટ્રસ્ટીઓના સક્રિય યોગદાનથી સફળ થઇ હતી.
હસ્તિનાપુર પાંચ અલગ અલગ તીર્થંકરોના પાંચ સ્તૂપ માટે પ્રખ્યાત છે. પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ, ૧૬ માં તીર્થંકર શ્રી શાંતિનાથ, ૧૭ માં તીર્થંકર શ્રી કુંથુનાથ, ૧૮ માં તીર્થંકર શ્રી અરનાથ, ૧૯ માં તીર્થંકર શ્રી મલ્લિનાથ - આ પાંચ તીર્થંકરની સ્મૃતિમાં બાંધવામાં આવેલા પાંચ સ્તૂપ નુ વર્ણન અહીં પધારેલા યાત્રાળુઓનાં સંઘ એ તેમની યાત્રાની વિગતોમાં કરેલ છે. ૧૭ મી સદી સુધી આ પાંચ સ્તૂપ અસ્તિત્વમાં હતા. આજે, અહીં તેમાંથી એક પ્રાચીન સ્તૂપ અસ્તિત્વમાં છે, જે શ્વેતામ્બર જૈનના નિશિયાંજી માં છે. એવું માનવામાં આવે છે કે શ્રી ઋષભદેવ પ્રભુએ આ સ્થાન પર વર્ષીતપ નું પારણું કર્યું હતું.