મંદિર સંકુલ અને વ્યવસ્થા કેન્દ્ર

શ્રી શાંતિનાથ ભગવાન દેરાસર

આ મંદિરમાં, શ્રી હીર વિજય સૂરીશ્વરજી ના શિષ્ય શ્રી શાંતિચંદ્રોપાધ્યાય દ્વારા વિક્રમ સંવત ૧૬૪૫ માં જેઠ સુદ આઠમ ના દિવસે શ્રી શાંતિનાથ ભગવાન જીની પ્રતિમાને મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી . તેની ડાબી બાજુની મૂર્તિને આચાર્ય શ્રી વિજયસેન સૂરીજી દ્વારા વિક્રમ સંવત ૧૬૮૨ માં પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. ૧૪મી -૧૫મી સદીની ધાતુ ની મૂર્તિઓ પણ પ્રતિષ્ઠિત છે. વિક્રમ સંવત ૧૯૮૩ માં આચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરી દ્વારા પ્રતિષ્ઠિત મૂર્તિઓ પણ વિદ્યમાન છે.

ભોજનશાળા

તીર્થ પર આવનારા યાત્રિયો ને નિ:શુલ્ક ભોજનની સગવડ માટે, એક ભોજનશાળા નું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘઘાટન શ્રી માણકચંદ જી બેતાલા, મદ્રાસ નિવાસી દ્વારા વૈશાખ સુદી બીજ તા. ૧૪-૦૫-૧૯૭૨ ના દિવસે કરવામાં આવ્યું હતું. ભોજનશાળાના નિર્માણમાં શ્રી વિનોદભાઇ એન. દલાલ, શ્રી દેવરાજ જૈન (દિલ્હી), શ્રી ધનરાજજી જૈન (દિલ્હી) અને અન્ય ટ્રસ્ટીઓનો વિશેષ સહયોગ હતો.

ભગવાન ઋષભદેવ ના પારણા અને કલ્યાણક મંદિર

ભગવાન ઋષભદેવ ના પારણા ની ઘટનાને મૂર્ત રૂપ આપવા માટે શ્રી વિનોદભાઇ એન. દલાલ ના માર્ગદર્શન હેઠળ ભવ્ય પારણા અને કલ્યાણક મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં, પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુની શેરડી નો રસ ગ્રહણ કરતી ૭ ફૂટ ૧ ઇંચ ની ઉભી પ્રતિમા અને શ્રેયાંસકુમાર ની શેરડી નો રસ વહોરાવતી ૬ ફૂટ ૭ ઇંચની ઉભી પ્રતિમા પ્રતિષ્ઠિત કરવા માં આવી છે, જેની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૨૦૩૪ માં વૈશાખ સુદ ત્રીજ તા. ૧૦-૦૫-૧૯૭૮, પરમાર ક્ષત્રિયોદ્ધારક, ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજય ઇન્દ્રદિન્ન સૂરીશ્વરજી મ.સા. દ્વારા સંપન્ન કરવા માં આવી. આ મંદિરમાં શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ (અમદાવાદ), શ્રી ખૈરાયતીલાલ જૈન (દિલ્હી), શ્રી વીરચંદ જૈન (દિલ્હી), શ્રી ધનરાજજી જૈન (દિલ્હી) અને અન્ય ટ્રસ્ટીઓએ પ્રશંસનીય યોગદાન આપ્યું છે. ૧૬ મા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાન, ૧૭ માં તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાન અને ૧૮ માં તીર્થંકર શ્રી અરનાથ ભગવંતો ના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એમ કુલ ૧૨ કલ્યાણકો ના ભવ્ય આરસ ના ચિત્રપટ મંદિર ની દિવાલો પર સુશોભિત છે.

શેઠ શ્રી સૂરજમલ નગીનદાસ ઝવેરી ધર્મશાળા

તીર્થયાત્રિઓ ને રહેવા યોગ્ય સ્થાન મળે તે માટે શ્રી જે.એસ. ઝવેરી માલિક ફર્મ ક્રાઉન ટી.વી. દિલ્હી અને અન્ય ભાવિકોની મદદથી આ ધર્મશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘઘાટન અક્ષય તૃતીયા, તા. ૧૯-૦૭-૧૯૮૭ ના સંપન્ન થયું. તેમાં બધા રૂમ ના સાથે બાથરૂમ ની વ્યવસ્થા છે.

રૂમ : ૧૦૮

સંઘવી રૂગનાથમલજી સમરથમલજી દોશી ધર્મશાળા

યાત્રાધામોમાં આવતા યાત્રિકો દ્વારા અતિ આધુનિક સુવિધાઓવાળા વાતાનુકૂલિત વિશાળ ઓરડાઓની માંગને ધ્યાનમાં રાખીને, બીજી ધર્મશાળા બનાવવાની જરૂરિયાત અનુભવાઈ હતી. મંડાર નિવાસી સંઘવી રૂગનાથમલજી સમરથમલજી શ્રીમતી અસુબેન દોશી પરિવારે ધર્મશાળા બંધાવી અને તેને મંદિરને અર્પણ કરી. તે ત્રણ માળની ધર્મશાળા છે જેમાં એરકંડિશન્ડ ઓરડાઓ અને લિફ્ટ છે.

રૂમ: ૧૬૧

સ્યુટ રૂમ : ૪૩

શ્રી ધર્મચંદ કંચનકુમારી જૈન ઉપાસના ભવન

તીર્થ પર આવનારા સાધુ – સાધ્વીઓ ને રહેવા માટે ઉચિત સુવિધા મળે તે માટે શ્રી વી.સી. જૈન ભાભૂ, માલિક કંપની-સીઅર ઈન્ડિયા, (દિલ્હીના) સહયોગથી આ ઉપાસના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘઘાટન તા. ૨૩-૧૧-૧૯૮૮ ના રોજ કારતક પુનમ ના દિવસે થયું હતું.

સંઘવી શ્રી કેશરીમલ જી ગાદિયા (બેંગ્લોર) ધર્મશાળા

શ્રી વિનોદભાઇ એન. દલાલ ના માર્ગદર્શન હેઠળ અક્ષય તૃતીયા પારણા મહોત્સવ ને લીધે અન્ય સંઘો અને યાત્રાળુઓ ની વધતી સંખ્યા ને ધ્યાનમાં રાખીને, યાત્રિઓ ને રહેવા માટે યોગ્ય વ્યવસ્થા મળી રહે તે માટે શ્રી કિરણકુમાર કે. ગાદિયા (બેંગ્લોર) અને અન્ય ભાગ્યશાળી ના સહયોગથી આ ધર્મશાળા બનાવવામાં આવી હતી. જેનું ઉદ્ઘઘાટન તા. ૨૭-૦૪-૧૯૯૦ ના અક્ષય તૃતીયાએ થયું હતું. તે એક 3 માળની આધુનિક સુવિધાઓ વાળી ધર્મશાળા છે.

રૂમ: ૧૧૨

શ્રીમતી મોહનદેઈ ઓસવાલ જૈન પારણા ભવન

અક્ષય તૃતીયા પારણા મહોત્સવમાં તપસ્વીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, મંદિરમાં એક વિશાળ પારણા હોલ બનાવવામાં આવ્યો છે. આજે એ જ પારણા હોલમાં અક્ષય તૃતીયા પર, બધા તપસ્વીઓ ને એક સાથે સામૂહિક રીતે પારણા કરાવવામાં આવે છે. આ પારણા હોલ શ્રી અભયકુમાર ઓસવાલ અને શ્રીમતી અરૂણા ઓસવાલ લુધિયાણાના સહયોગથી બનાવવામાં આવ્યો હતો. તેનું ઉદ્ઘઘાટન અક્ષય તૃતીયા, તા. ૨૭-૦૪-૧૯૯૦ ના રોજ કરવામાં આવ્યું હતું.

ભગવાન ઋષભદેવના પારણા નું મૂળસ્થળ - ચરણ મંદિર (નિશિયાંજી)

આ સ્થાન શ્વેતામ્બર જૈન મંદિરથી ૨ કિ.મી. દૂર ઉત્તર દિશામાં સ્થિત છે. જૈન કારીગરી અનુસાર આ સ્થાન પર એક સુંદર ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. જેમાં ભગવાન ઋષભદેવ ના ચાર દિશાઓ માં ચાર ચરણ સ્થાપિત થયા છે. આ ઉપરાંત શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવાન, શ્રી અરનાથ ભગવાન, શ્રી મલ્લિનાથ ભગવાન, શ્રી મુનિસુવ્રત સ્વામી, ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને શ્રી મહાવીર સ્વામી ના ચરણ બિરાજમાન છે. આ મંદિરનો શિલાન્યાસ શ્રી મણિલાલ જી દોશી પરિવાર, (દિલ્હી) દ્વારા કરવામાં આવ્યો હતો. તેની પ્રતિષ્ઠા, કલ્યાણક તીર્થોદ્ધારક, શાંતિદૂત, ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી. મ.સા. ની નિશ્રામાં વૈશાખ સુદ બારસ, ૦૮-૦૫-૧૯૯૮ ના રોજ સંપન્ન થઇ હતી.

આદિ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવજી ની નિર્વાણ ભૂમિ અષ્ટાપદ તીર્થ

શાસ્ત્રોમાં ઉલ્લેખિત એવા મહાન શ્રી અષ્ટાપદ તીર્થની રચના શ્રી હસ્તિનાપુરની ધન્ય ભૂમિ પર આકાર પામી છે. ૧૬૦ ફૂટ વ્યાસ અને ૧૦૮ ફૂટ ઉચાઈ ધરાવતા, આઠ પદ વાળો અષ્ટાપદ પર્વત બનાવવામાં આવ્યો છે. જૈન શિલ્પકળા અનુસાર પર્વત પર એક ભવ્ય સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે. તેના ધ્વજ સાથે મંદિરની કુલ ઉચાઇ ૧૫૧ ફૂટ છે. આ મંદિરમાં ચારે દિશાઓ માં ક્રમશ: ૨,૪,૮ અને ૧૦ જીનબિમ્બ એટલે કે ૨૪ ભગવાન ને વિરાજમાન કરવામાં આવ્યા છે. આખું મંદિર આરસ માં બનાવવામાં આવ્યું છે. જે શિલ્પકળા ની દ્રષ્ટિએ વિશ્વમાં અલૌકિક અને અનોખું છે. મંદિરના નીચલા ભાગમાં (સમવશરણમાં) ભગવાન ઋષભદેવ ની ચાર મૂર્તિઓ (ચૌમુખી) ની સ્થાપના કરવામાં આવી છે. સમવશરણ માં જ શ્રી ઋષભદેવ ભગવાનનો સંપૂર્ણ પરિવાર જેમાં તેમના માતા-પિતા, બે પત્નીઓ, બંને પુત્રીઓ અને ૯૯ પુત્ર સાથે ભરત ચક્રવર્તીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. પર્વતની બહાર ૫૦૧, ૫૦૧, અને ૫૦૧ તાપસ એટલે કે, કુલ ૧૫૦૩ તાપસ ની મૂર્તિઓ પણ બીજા, ત્રીજા અને ચોથા પદ પર સ્થાપિત કરવામાં આવી છે. અષ્ટાપદ મંદિરની પાવન પ્રતિષ્ઠા માગશર સુદ પુનમ ના પવિત્ર દિવસે તારીખ ૦૨-૧૨-૨૦૦૯ ને બુધવારે થઈ હતી.

વિસ્તાર પૂર્વક વાંચો